દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે, હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે. કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર, તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે. તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ, તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે. બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે, છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે. એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે, કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે. દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં 'મક્કુ', એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે... | |
This blog shows the articles or any good thing that I have come across while browsing. I update this when ever i get time so may not be regular, but one will find all sorts of reading stuff here.
Sunday, June 10, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment