સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું, આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું. નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ, પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું. તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ? તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું. ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી, જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું. રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા, કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું. શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે, અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું. ‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે, મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું. | |
|
This blog shows the articles or any good thing that I have come across while browsing. I update this when ever i get time so may not be regular, but one will find all sorts of reading stuff here.
Monday, April 30, 2007
Befam ni gazal
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment