ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી,
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.
ઝરણ સુકાઈને આ રીતથી મ્રુગજળ બની જાએ?
મને લાગે છે એને કોઈ પ્યાસાની નજર લાગી.
હવે એવું કહીને મારું દુઃખ શાને વધારો છો,
કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી.
ઘણા વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે,
જે મેંહદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી.
No comments:
Post a Comment